September 21, 2026
અપરાધગુજરાતરાજકારણ

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હોમગાર્ડ જવાનો માટેની મતદાન પ્રક્રિયા દરમિયાન ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ફરજમાં જોડાનારા હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના બાપુનગર વોર્ડના ઉમેદવારોનો આક્ષેપ છે કે, મતદાન મથકની અંદર લોકશાહીના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે. આરોપ મુજબ, એક જ વ્યક્તિ દ્વારા અનેક બેલેટ પેપરમાં પોતાની મરજી મુજબ સિક્કા મારવામાં આવી રહ્યા હતા. આ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનું જણાવી કોંગ્રેસે ચૂંટણી તંત્ર અને સત્તાધારી પક્ષ સામે રોષ ઠાલવ્યો હતો. હોબાળાની જાણ થતા જ બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો મતદાન કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તબક્કે હોમગાર્ડના વોટિંગમાં થયેલી આ કથિત ગેરરીતિએ અમદાવાદના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે સવાલો ઊભા કર્યા છે.

Related posts

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો