September 22, 2026
Airport
ગુજરાત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

છેલ્લા એક સપ્તાહથી ઈન્ડિગો એરલાઈન્સની કથળી ગયેલ વિમાની સેવાને કારણે, એરપોર્ટ પર અફરાતફરી મચેલી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.

એરપોર્ટના સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ અથવા તો ડિલે થવાની સંભાવનાઓ છે. જેને ધ્યાને લઈને મુસાફરોએ ઘરેથી એરપોર્ટ પર આવતા પહેલા જે તે ફ્લાઈટનું સ્ટેટસ ચકાસી લે. જેથી કરીને મુસાફરોને એરપોર્ટ પર આવ્યા પછી હેરાનગતીનો સામનો ના કરવો પડે.

જો કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમદાવાદથી અન્યત્ર જઈ રહેલા મુસાફરની સુવિધા માટે ગ્રાઉન્ડસ સ્ટાફ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માટે મદદરૂપ થશે.

Related posts

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો