આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા
મહારાણા પ્રતાપની જન્મજ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત અને કન્વીનર શ્રી પ્રતાપસેના દ્વારા સાફ સફાઇ કરાવી ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલહાર ચડાવી તેમને સતત નમન કર્યા હતા
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત, મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા અને રેશમભાઈ હોસ્પિટલના ડો.શ્રી હસમુખ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા અને વીર મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
https://youtube.com/c/AhmedabadSamay