September 6, 2026
અપરાધ

હવસખોર પ્રિન્સિપાલની બજરંગ દળ દ્વારા કરાઇ ધરપકડ, LC ના બદલે માતા પાસે કરી શારીરિક માંગણી

નિવાસી કમળા બા પ્રાથમિક શાળા નડિયાદ , માં બે બાળકો અભ્યાસ કરતા હતા જ્યાં છોકરાઓને અભ્યાસ કરતા ના ફાવ્યું તેથી તેની માતા ને કહી એ શાળા માંથી એડમિશન રદ કરાવ્યું.

જ્યારે છોકરાઓ ની માતા શાળા માં એલ-સી લેવા માટે ગયા ત્યારે ત્યાના પ્રિન્સિપાલ અંગત કામ થી બહાર ગયા હોવાથી ત્યાં હાજર ન હતા જેથી માતા એ ત્યાંથી પ્રિન્સિપાલ નો નંબર લઈ ને ઘરે પાછા આવ્યા અને બીજા દિવસે છોકરાઓ ની માતા પ્રિન્સિપલને મેસેજ કર્યો કે મારા છોકરાના એલ સી ક્યારે મળસે તો પ્રિન્સિપાલ એ છોકરાઓ ની માતા ને અભદ્ર મેસેજો કર્યા અને સેક્સ્યુઅલ માંગણી કરી જે જાણ માતા એ બજરંગદળ ના ભાઈઓ ને જાણ કરી

જેથી એક સક્સેસફૂલ ઓપરેશન હાથ ધર્યું માતાના સાથે રાખી હોટલ માંથી રંગે હાથ પ્રિન્સિપાલ ને પકડવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવા માં આવી. બજરંગદળ એ ફક્ત મુસ્લિમ વિરોધી નથી કોઈ પણ ધર્મ ની નિર્દોષ માતા બહેન હશે એના પક્ષ માં ઊભા રહીશું..

આ વિષય બજરંગદળ જિલ્લા સહ સંયોજક ગણેશ ભાઈ વણઝારા , બાપુનગર જિલ્લા સહ સંયોજક કુલદીપભાઈ મકવાણા , બાપુનગર જિલ્લા સુરક્ષા પ્રમુખ ચિરાગભાઈ તાલેવાર , નિકોલ પ્રખંડ મંત્રી પાર્થભાઈ વસોયા અને બીજા બજરંગદળ ના કાર્યકર્તાઓ હાજર રહી એક માતાને ન્યાય અપાવ્યું

Related posts

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ખાણીપીણીના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આંતક મચાવી હુમલો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

admin

એક ટિપ્પણી મૂકો