March 25, 2025
ગુજરાતઅપરાધતાજા સમાચાર

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઓરેવાઍ બ્રિજનું જે રીતે કહેવાતું રિનોવેશન કર્યું તેના પર પણ અનેક સવાલ ખડા થયા છે. ઍક તરફ ઓરેવાના માલિક જયસુખ પટેલે આ બ્રિજના સમારકામમાં બે કરોડ રુપિયાનો ખર્ચો થયો હોવાનો દાવો કર્યો છે, તો બીજી તરફ તેના વર્ષો જૂના કેબલને માત્ર પોલિશ અને કલર કર્યા સિવાય બીજું કંઈ ખાસ કામ નહોતું કરાયું. અત્યારસુધીની તપાસમાં કટાયેલા કેબલ્સને બદલવામાં આવ્યા હોય તેવું કશુંય બહાર નથી આવ્યું.

આ બ્રિજને ડિસેમ્બર સુધીમાં તૈયાર કરી દેવા માટે કોન્ટ્રાક્ટરને સમય અપાયો હતો. જોકે, દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખતા બ્રિજ વહેલો ખૂલ્લો મુકી દેવાયો હતો. બ્રિજ પડ્યો ત્યારે તેના પર ૪૦૦ જેટલા લોકો ઉપસ્થિત હતા, અને તેમાંથી મોટાભાગના દુર્ઘટના બની ત્યારે લીલ અને જળકુંભીથી છવાયેલી મચ્છુ નદીમાં પડ્યા હતા. બ્રિજમાં જે કંઈ કામ થયું તે માત્ર તેના ચાલવાના ભાગમાં જ થયું હોવાની શક્યતા છે. જોકે, તેમાં પણ જે મટિરિયલ વપરાયું હતું તેના કારણે બ્રિજનું વજન વધી જવાથી તેની લોકોનો ભાર વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી.

ઍક તરફ વજન વધતા બ્રિજના સ્ટ્રક્ચર પર સવાલ ઉભા થયા હતા તેવામાં મોટી સંખ્યામાં પણ લોકો ઉમટી પડતાં જોખમ ઓર વધી ગયું હતું. જેના કારણે તેના કેબલ તૂટી પડ્યા હતા અને આખરે ઍવી ગોઝારી દુર્ઘટના ઘટી હતી કે જેની કોઈઍ કલ્પના પણ નહોતી કરી. આ ઉપરાંત, ઈમરજન્સી રેસ્ક્યુ માટે પણ કોઈ સુવિધા ના હોવાથી મચ્છુમાં ખાબકેલા અનેક લોકોને બચાવી નહોતા શકાયા.

તપાસમાં ઍવું જાણવા મળ્યું છે કે આ બ્રિજનું ખરેખર કોઈ રિનોવેશન થયું જ નહોતું, અને જે કંઈ રિપેરિંગ કામ થયું હતું તે પણ કોઈ અનુભવી દ્વારા નહોતું કરાયું. તપાસ સાથે સંકળાયેલા ઍક અધિકારીઍ ઍમ પણ જણાવ્યું હતું કે બ્રિજનું કામ સ્થાનિક સબ-કોન્ટ્રાક્ટર દ્વારા કરાયું હતું અને તેમને આ કામનો કોઈ અનુભવ નહોતો. આમ કરવાની મંજૂરી કઈ રીતે અપાઈ તેની પણ તપાસ ચાલી રહી છે.

૨૦૦૮થી ઓરેવા આ બ્રિજ સાથે સંકળાયેલી છે. સૂત્રોનું માનીઍ તો, માર્ચ ૨૦૨૨માં ફરી ઓરેવાને બ્રિજનો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વખતે તેને કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાયો તેમજ તેની કઈ શરતો અને નિયમોનો ભંગ કરાયો છે તેની પણ તપાસ કરાશે. રવિવારે મોરબીના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાઍ કહ્નાં હતું કે, તંત્રને જાણ કર્યા વિના જ બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો. તેનું ફિટનેસ સર્ટિ લેવાયું હતું કે નહીં તેની પણ નગરપાલિકાને જાણ નથી.

પોલીસે આ મામલે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજરનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી ઍ સ્પષ્ટ નથી થઈ શક્યું કે બ્રિજના કામકાજને લઈને કોઈ નિર્ણય લેવાની આ મેનેજરોને સત્તા હતી કે નહીં? બ્રિજ ખુલ્લો મુકાઈ ગયા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરનારા નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.
કેસની તપાસ જેમ-જેમ આગળ વધતી જશે તેમ ઓરેવા ઉપરાંત નગરપાલિકાના અધિકારીઓના નામ જ્ત્ય્માં ઉમેરાતા જશે તેમ પોલીસ સૂત્રોનું કહેવું છે. સૂત્રોનું માનીઍ તો, ઓરેવાઍ કરારની અનેક શરતોનો ભંગ કર્યો હતો. પોલીસે આ મામલે વધુ વિગતો મેળવવા નગરપાલિકાને કેટલાક પ્રશ્નો મોકલી તેના જવાબ પણ માગ્યા છે. ૧૩૫ લોકોના ભોગ લેનારો બ્રિજ કઈ રીતે તૂટ્યો અને તેની પાછળના કારણો શું હતા તેની વિગતવાર માહિતી મેળવવા પોલીસે સ્ટ્રક્ચરલ ઍન્જિનિયર્સ અને ઍક્સપર્ટ્સની પણ મદદ માગી છે.

Related posts

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

આ મહિનાની અંતમાં વરસાદ ચાલુ થવાની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો