October 12, 2024
અપરાધ

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

અમદાવાદના સોલા વિસ્તારમાંથી દેશી દારૂનું ગોડાઉન ઝડપાયું છે. ગોતા ખાતે આવેલા વિસત એસ્ટેટમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 23 લાખની વિદેશી દારૂની બોટલો સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, આરોપી ફરાર થતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી માહિતી મુજબ, ઝોન 1 એલસીબીને બાતમી મળી હતી કે, ગોતા ખાતે આવેલા વિસત એસ્ટેટમાં કેટલાક ઇસમો વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસની એક ટીમે ઘટના સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 23 લાખ જેટલી થાય છે. જો કે, પોલીસને જોઈ ત્યાં હાજર તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઝોન 1 એલસીબીએ વધુ કાર્યવાહી કરી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો, બિયરના ટીન, મોબાઇલ સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન સહિતનો ગુનો દાખલ કરી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

૭૦ કિલો ગાંજો સાથે બે શખ્સની અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ થયું મોત

Ahmedabad Samay

બે દેશી બનાવટના કટ્ટા તથા 10 જીવતા કારતુસ સાથે એક ઇસમની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો