February 8, 2025
ગુજરાત

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

વડાપ્રધાન મોદીએ તા. ૨૭ જુલાઈના રોજ રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ “રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કર્યું હતું. આ તકે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે,  હિરાસર ખાતે નિર્માણ પામેલું આ માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ નથી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતને નવી ઊર્જા આપનારું, નવી ઊડાન આપનારું પાવરહાઉસ બની રહેશે.

વડાપ્રધાનએ કહેલા પાવર હાઉસનો ખરા અર્થમાં શુભારંભ થઈ ગયો છે. રાજકોટ શહેરનું જૂનું એરપોર્ટ ૮ સપ્ટેમ્બર ના રોજ બંધ કરવામાં આવ્યું છે. હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીની શુભ શરૂઆત થઈ છે. જેનો દીપપ્રાગટ્ય વડે શુભારંભ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા,રામભાઈ મોકરીયા તથા વાંકાનેરના સાંસદ કેસરીધ્વજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો હતો.  આ તકે રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોહરા તથા જનરલ મેનેજર સુશીલ કુમાર શર્મા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્યરત થવા નિમિત્તે આવેલી એરલાઇનની પહેલી ફ્લાઈટને પરંપરા મુજબ વોટર સેલ્યુટ કરવામાં આવ્યું હતું. વોટર સેલ્યુટ માટે રન-વેની બંને તરફ ફાયર સ્ટેશન ઉપલબ્ધ હતા જેમણે ફ્લાઈટ ઉતરતા જ તેના પર વોટર સેલ્યુટ કરીને હિરાસર એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટનું સ્વાગત કર્યું હતું. આ નજારો એક માણવા જેવી ક્ષણ હતી.
આજરોજ ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ આવી હતી. તેના તમામ યાત્રીઓનું ફૂલહાર પહેરાવી, મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું

રાજકોટ સેન્ટ્રલ બસપોર્ટથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી નવી ઇલેક્ટ્રિક બસ સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બસ મારફતે એરપોર્ટ પહોંચેલા યાત્રીઓનું કુમકુમ તિલક કરીને, હાર પહેરાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું તેમજ તેઓના સ્વાગત માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મુસાફરોની સુવિધા અર્થે રાજકોટ બસપોર્ટ થી રાજકોટ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) જવા-આવવા માટે આજથી રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા નવીન ઇલેકટ્રીક બસ સર્વિસ શરુ કરવામાં આવી છે. જેનું બસ ભાડું ફક્ત રૂ. ૧૦૦/– નક્કી કરવામાં આવેલ છે.
ઇલેકટ્રીક બસ સર્વિસ એરપોર્ટથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે ૦૭.૦૦ કલાકે, ૦૯.૦૦ કલાકે, ૧૧.૦૦ કલાકે, બપોરે ૦૧.૦૦ કલાકે, બપોરે ૦૨.૦૦ કલાકે, સાંજે ૦૪.૦૦ કલાકે, સાંજે ૦૬.૦૦ કલાકે, છેલ્લી બસ રાત્રે ૦૮.૦૦ કલાકે મળી રહેશે.

Related posts

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

Ahmedabad Samay

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

Ahmedabad Samay

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો