August 7, 2026
ગુજરાત

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રીનીકચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૨૨ માર્ચ ૨૦૨૩ થી ૨૪ માર્ચ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

મોટર સાઇકલની સીરીઝ GJ38–AB, GJ38–AC, GJ38–AD, GJ38–AE, GJ38–AF, GJ38–AG, GJ38–AH, GJ38–AJ, GJ38-AK અને એલ.એમ.વી. કાર GJ38–B, GJ38–BA, GJ38–BB, GJ38–BC, GJ38–BD, GJ38–BE અને થ્રી-વ્હીલર GJ38–W, GJ38–WA અને ગુડ્સ(ટ્રાન્સપોર્ટ) GJ38–T, GJ38–TAનું રી-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી
http://parivahan.gov.in/parivahan/ પર આગામી તા. ૨૨ માર્ચ ૨૦૨૩ થી ૨૪ માર્ચ ૨૦૨૩ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૪ માર્ચ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૨૬ માર્ચ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૨૬ માર્ચ ૨૦૨૩ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/parivahan/ વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
 જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.

Related posts

અમીન મારવાડી અને સમીર પેંદીએ રિયલ એસ્‍ટેટના ધંધાર્થીને ફાયરિંગ કરી ડરાવીને ૦૫ લાખની ખંડણી માંગતો વીડિયો વાયરલ

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો