September 11, 2026
ગુજરાતરાજકારણ

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

ગુજરાતમાં યોજાયેલી ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે.

રવિવારે થયેલા મતદાન બાદ આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં બપોર સુધીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ઐતિહાસિક જીત બાદ ગાંધીનગર ‘કમલમ’ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જનતાનો આભાર માન્યો હતો.   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા વિકાસમાં વિશ્વાસ ધરાવે છે અને વિક્સિત ભારતના સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ છે.

અહીં નકારાત્મકતાને કોઈ સ્થાન નથી, માત્ર પોઝિટિવ રાજનીતિને જ જનસમર્થન મળે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે જનતાએ ગુજરાતને બદનામ કરનારા પક્ષોને યોગ્ય પાઠ ભણાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ છેલ્લા ૩૦ વર્ષથી વિકાસની રાજનીતિને સાથ આપવા બદલ જનતાને વંદન કરતા કહ્યું કે હવે વિરોધીઓએ બિસ્તરા-પોટલા બાંધવાનો સમય આવી ગયો છે.

ચૂંટણીના આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતોની ૧,૦૯૦ બેઠકોમાંથી જાહેર થયેલા ૯૩૦ પરિણામોમાં ભાજપે ૭૬૮ બેઠકો પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૧૨૦ બેઠકો મળી છે. તાલુકા પંચાયતની ૫,૨૩૪ બેઠકોમાંથી જાહેર થયેલી ૪,૨૨૦ બેઠકો પૈકી ભાજપે ૨,૯૮૬ અને કોંગ્રેસે ૮૦૯ બેઠકો જીતી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧,૦૪૪ બેઠકોમાં ભાજપે ૮૪૯ બેઠકો સાથે પ્રચંડ સરસાઈ મેળવી છે, જ્યારે કોંગ્રેસ ૭૭ બેઠકો સુધી સીમિત રહી છે. નગરપાલિકાઓની ૨,૬૨૪ બેઠકોમાંથી ભાજપે ૧,૯૫૭ અને કોંગ્રેસે ૪૫૨ બેઠકો પર વિજય મેળવ્યો છે.

આ પરિણામોએ રાજ્યમાં ભાજપનું એકચક્રી શાસન અને સંગઠનની મજબૂતી ફરી એકવાર સાબિત કરી દીધી છે.

Related posts

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો