September 11, 2026
Other

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

આજે  કેબીનેટ મંજુરી આપે તે બાદ નાણામંત્રી સિતારામન આર્થિક રાહત પેકેજનું એલાન કરશે. આ પેકેજને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.  પ્રથમ ચરણમાં ૧૬ લાખ કરોડનું રાહત પેકેજ હશે તેવુ માનવામાં આવે છે. જેમા વિમા ક્ષેત્રે એફડીઆઈ ૭૪ ટકાથી વધારવામાં આવશે, સરકારની ઈકટીવી બેન્‍કોમાંથી  ઘટાડવામાં આવશે. ભારત ઈન્‍વેસ્‍ટમેન્‍ટનું હબ બને તે માટે બજારો ખોલવામાં આવશે. નાના અને મધ્‍યમ ઉદ્યોગોને ટેકો આપવા લીકવીડીટી  અને કેરીડ ગેરેંટીની સહાય પણ આપવામાં આવશે. આ પેકેજમાં ગરીબ અને શ્રમિક કામદારોને  ફુડ, રોકડ અને અન્‍ય રાહતોની બાબત હશે. ગ્રામીણ ગરીબો પર વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરવામાં આવશે. ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના રીફોર્મ્‍સ પર પણ ભાર મુકવામા આવશે. સરકારે જાહેરાત કરી છે કે જીડીપીના ૧૦ ટકા જેટલુ રાહત પેકેજ હશે. જેમાં ખેડૂતોને પણ કેન્‍દ્ર સ્‍થાને રખાશે. પીએમ કિસાન સન્‍માન યોજનાનું વિસ્‍તરણ થઈ શકે છે એટલુ જ નહિ ખેડૂતોની આવક વધારવાના  પગલા પણ જાહેર થશે.

આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને સિદ્ધ કરવા માટે લેન્‍ડ, લેબર, લીકવીડીટી અને લો પર ભાર મુકાશે. નોકરીયાત વર્ગને પણ ટેકસમાં રાહત આપવામાં આવે તેવી પણ શકયતા છે. વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તે માટેની જાહેરાતો પણ પેકેજમાં હશે. આ પગલા થકી નોકરીની નવી તકો ઉભી થશે.

ગરીબોને રોકડ સહાયથી માંડીને ઉદ્યોગોને ક્રેડીટ ગેરેંટી સુધીની જાહેરાત હશે પેકેજમાં.

ખેડૂતો, શ્રમિકો, નાના ઉદ્યોગો, પગારદારો સહિત તમામ વર્ગોને પેકેજમાં આવરી લેવાશે.

ઈન્‍વેસ્‍ટમેન્‍ટ વધે અને નોકરીની તક વધે તેવા પગલા હશે પેકેજમાં.

બેન્‍ક, વિમા સહિતના સેકટરોને આવરી લેવાશે.

ગ્રામિણ ગરીબો હશે કેન્‍દ્ર સ્‍થાને.

નાના વેપારીઓને પણ રાહત મળશે

 

Related posts

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

માંગરોળમાં પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ પતિએ યુવાનના માથામાં લાકડું ફટકાર્યું

Ahmedabad Samay

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો