September 12, 2026
ગુજરાતદેશ

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

દિલ્‍હીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર થયેલા હુમલાની તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્‍યા છે.  ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલો છે.

તપાસ દરમિયાન વિવિધ સ્‍થળોએ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આ ડિજિટલ પુરાવાના આધારે વિરોધ સ્‍થળોએ હાજર રહેલા લોકોની ઓળખ કરવામાં આવી અને ત્‍યારબાદ તેમના ગુનાહિત રેકોર્ડનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું. તપાસ મુજબ, ઓળખાયેલા ૨,૮૭૩ લોકોમાંથી ૯૮૯ લોકો સામે અગાઉથી હત્‍યા, હત્‍યાનો પ્રયાસ, લૂંટ, દુષ્‍કર્મ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ, આર્મ્‍સ એક્‍ટ (Arms Act), અપહરણ, છીનવી લેવાના ગુનાઓ અને NDPS એક્‍ટ (NDPS Act) હેઠળના કેસ નોંધાયેલા હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે.

તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓ મુજબ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો વિરોધ પ્રદર્શનમાં હાજર હતા. માહિતી અનુસાર

૧૦૧ લોકો સામે હત્‍યાના કેસ નોંધાયેલા છે.

૬૨ લોકો પર હત્‍યાના પ્રયાસના આરોપ છે.

૨૮૪ લોકો લૂંટના કેસોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્‍યું છે.

૬૧ લોકો સામે દુષ્‍કર્મના કેસ નોંધાયેલા છે.

૬ લોકો સામે POCSO Act હેઠળ કેસ નોંધાયેલા છે.

૨૫ લોકો મહિલાઓની છેડતી અને અન્‍ય ગુનાઓમાં આરોપી હોવાનું કહેવાય છે.

૨૨૯ લોકો સામે Arms Act હેઠળ કેસ નોંધાયેલા છે.

૧૩૫ લોકો Snatchingના કેસોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્‍યું છે.

૧૯ લોકો સામે અપહરણના કેસ છે.

૬૭ લોકો સામે NDPS Act હેઠળ ડ્રગ્‍સ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

તપાસમાં વધુ એક મહત્‍વપૂર્ણ બાબત સામે આવી છે કે ઓળખાયેલા ઘણા લોકો માત્ર એક જ નહીં પરંતુ અનેક ગુનાહિત કેસોમાં સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. રિપોર્ટ અનુસાર આવા ઘણા લોકો રીઢા અને વારંવાર ગુનેગાર હોવાનું સામે આવ્‍યું છે. હત્‍યાના ૧૦૧ કેસોમાં સંડોવાયેલા લોકોમાંથી ૪૨ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ૧૨ લોકો સામે ૧૦ કે તેથી વધુ કેસ નોંધાયેલા હોવાનો દાવો કરવામાં આવ્‍યો છે. તે જ રીતે હત્‍યાના પ્રયાસના ૬૨ આરોપીઓમાંથી ૨૫ લોકો, જ્‍યારે લૂંટના ૨૮૪ આરોપીઓમાંથી ૧૫૫ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આમાંથી ૩૧ લોકો સામે ૧૦થી વધુ કેસ નોંધાયેલા હોવાનો દાવો પણ કરવામાં આવ્‍યો છે.

તપાસ મુજબ, દુષ્‍કર્મના ૬૧ કેસોમાં સંડોવાયેલા ૮ લોકો સામે ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. મહિલાઓની છેડતીના ૨૫ કેસોમાંથી ૬ આરોપીઓ સામે અનેક કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. ઉપરાંત NDPS Act હેઠળના ૬૭ કેસોમાં સંડોવાયેલા ૯ લોકો સામે પણ ૨ કે તેથી વધુ ગુનાહિત કેસ હોવાનું તપાસમાં સામે આવ્‍યું છે.

તપાસ એજન્‍સીઓના જણાવ્‍યા મુજબ આ સમગ્ર વિશ્‍લેષણ પોલીસ પર થયેલા હુમલા, ઉપલબ્‍ધ ૧૦૦ CCTV અને વાયરલ વીડિયો, ઓળખાયેલા લોકો તથા તેમના ગુનાહિત રેકોર્ડના આધારે તૈયાર કરવામાં આવ્‍યું છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્‍યો છે કે વિરોધ સ્‍થળોની આસપાસ મોટી સંખ્‍યામાં એવા લોકો પણ હાજર હતા, જેમનો અગાઉથી ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે અને અંતિમ તપાસ અહેવાલ આવ્‍યા બાદ જ સમગ્ર ઘટનાની સંપૂર્ણ હકીકત સ્‍પષ્ટ થશે.

Related posts

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કોરોનાની ત્રીજી લહેરે પહેલી અને બીજી લહેરનો તોડ્યો રેકોર્ડ, કોરોનાએ પકડી સુપર સ્પીડ

Ahmedabad Samay

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

SOG દ્વારા ગુપ્ત લોકેશન પર સફળ ઓપરેશન પાર પાડીને નકલી માલ અને પાન બનાવવાની આખી ફેક્ટરી શોધી કાઢી, હવે ગલ્લા પર પાન ખાતા વિચારજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો