લોકડાઉનના ૪.૦ બાદ ૫.૦ ની તૈયારી, કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશેઃ પાંચમુ લોકડાઉન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા પૂરતુ સિમીત રહેશે, આ શહેરોમાં દેશના કુલ ૭૦ ટકા કેસ છે, લોકડાઉનના પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે પરંતુ નિયમો અને શરતો રહેશે, હાલ કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય.
લોકડાઉન ૫.૦ માં માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સ અનિવાર્ય બનશે, લોકડાઉન ૫.૦ દરમિયાન બધા ઝોનમાં માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા સલૂન અને જીમ ખોલવાની મંજૂરી મળશે, પાંચમા ચરણમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ખોલવાની મંજૂરી નહીં અપાય, મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રહેશે, ૫.૦ લોકડાઉનમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઇ શકશે તેવી મંજૂરી અપાશે, લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે