September 13, 2024
ગુજરાતરાજકારણ

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

New up 01

” ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે ભરૂચ ખાતેની પટેલ વેલફેર કોવીડ હોસ્પીટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યુ કે, હોસ્પીટલમાં જ્યારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂ હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ બચાવવા  પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઈ રહેલા ૨૫ જેટલા દર્દીઓના જીવ બચાવ્યા છે.

અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથિ જાળવી રાખી હતી. ઍટલા માટે ઍમને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.”

Related posts

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો