અમદાવાદ, તા. 7: બેંક ઓફ ઈન્ડિયાના 121મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ અંચલની 98મી શાખા તરીકે ગોદરેજ ગાર્ડન સિટી રોડ શાખાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેંકના સતત વિસ્તરણ અને ગ્રાહકોને વધુ સારી બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે નવી શાખા શરૂ કરવામાં આવી છે.
નવી શાખાનું ઉદ્ઘાટન અમદાવાદ ફીલ્ડના જનરલ મેનેજર શ્રી અજય કુમાર ત્રિપાઠી દ્વારા ફીતું કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ અંચલના આંચલિક પ્રબંધક શ્રી સુબ્રત કુમાર બેહેરા ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં ઉપાંચલિક પ્રબંધક શ્રી નરેન્દ્ર ચૌરસિયા, શ્રી રાજેશ ઝા તથા બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશન, ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી શ્રી શ્વેતંગ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદ અંચલ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ નવી શાખાના શાખા પ્રબંધક શ્રી આશુતોષ કુમાર સહિત સ્ટાફે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બેંક ઓફ ઈન્ડિયાના 121મા સ્થાપના દિવસ સાથે અમદાવાદ અંચલની 98મી શાખાનો પ્રારંભ બેંકની ગૌરવપૂર્ણ સફર અને ગ્રાહકકેન્દ્રિત બેંકિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો.
