મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ
મોરબીમાં પીપળી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરવા આવેલા યુવકને બે શ્રમિકો સાથે ઝઘડો થયા બાદ બંને ઇસમોએ શ્રમીકની હત્યા કરી હતી જે હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જોકે મૃતકના વાલીવારસ મળી આવ્યા ન હોય જેથી મૃતકના વાલીવારસની શોધખોળ પોલીસે હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસના જ્ણાવ્યાનુસાર મૃતક યુવક શરીરે મધ્યમ બાંધાનો, વાન ઘઉં વર્ણો છે. તેણે શરીરે રાખોડી કલરનુ અડધી બાયનુ ટી શર્ટ અંદર કાળા કલરનું ગ્રે ગંજી, સફેદ આછા રંગનું લોઅર પેન્ટ પહેરેલ છે. તેના જમણા હાથની કલાઇ પાસે હિંદીમાં રમેશ અને અન્ય એક નામ ત્રોફવેલ છે.
મૃતકને આરોપીઓએ લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર મારી તેની હત્યા કરી હતી પરંતુ મૃતકની ઓળખ ન થતાં મૃતદેહને હાલ મોરબીની સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવ્યો છે. મૃતક અંગેની કોઈ પણ માહિતી જો નાગરિકો પાસે હોય તો તુરંત મોરબી તાલુકા પોલીસના ફોન નંબર-૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા પોલીસ ઈન્સ્પેકટર કે.એ.વાળા મોબાઈલ નંબર: ૯૯૧૩૫૭૨૧૭૨નો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.