September 21, 2026
ગુજરાત

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ન્યાયની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસના એક નેતા તેમને હત્યાની ધમકીઓ આપી રહ્યો છે,

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે. “મારો ફોન નંબર વાયરલ કરવામાં આવ્યો છે અને મને સતત હેરાન કરવામાં આવે છે. મેં આ અંગે પુરાવા સાથે જામનગર એસપીને મળીને રજૂઆત કરી, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી,

આ અંગે પોલીસ પર નિષ્ક્રિયતાનો પણ આરોપ લગાવતા કાજલ હિન્દુસ્તાનીએ આક્ષેપ કર્યો કે જામનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ ઘણા મહિનાઓથી તેમની ફરિયાદ પર કોઈ પગલાં લીધા નથી. “મેં વારંવાર પોલીસને રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. એક મહિલા તરીકે મને ન્યાય મળવો જોઈએ, પરંતુ હું હેરાનગતિનો શિકાર બની રહી છું,

કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. “ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે, જે ચિંતાજનક છે. મેં હર્ષ સંઘવી સાથે વાત કરી અને ન્યાય માગ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ,

આ સમગ્ર મામલે પોલીસની નિષ્ક્રિયતાથી કાજલ હિન્દુસ્તાની આક્રોશિત થયા છે. તેમનું કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ વધુ ઉગ્ર પગલાં લેશે. આ ઘટનાએ રાજ્યમાં મહિલા સુરક્ષા અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

Related posts

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો