રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જનરલ જીડી બક્ષી, પુષપેન્દ્ર કુલશ્રેષ્ઠ, અશ્વની ઉપાધ્યક્ષજી સમર્થનમાં આગામી દિવસોમાં અમદાવાદ ખાતે નમો સેના દ્વારા યોજાનાર જન મહામંથન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અમદાવાદ નમો સેના ઇન્ડિયા સંગઠનના કાર્યાલય ખાતે એક સમાન શિક્ષા, એક સમાન નાગરિક સંહિતા, ધર્માંતરણ નિયંત્રણ, જનસંખ્યા નિયંત્રણ, ભારતીય સંસ્કૃતિ સાધુ-સંતોની રક્ષા, ગૌરક્ષા તથા ગુજરાતના ગૌરવ એકતા અખંડિતતા ને માટે અમદાવાદ ખાતે જન મહામંથન કાર્યક્રમ યોજાવા માટે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી, બજરંગદળના પ્રભારી શ્રી જનકસિહ પરમાર,નમો સેના ઈંડિયા સંગઠનના ગુજરાત પ્રદેશ નવ નિયુક્ત અધ્યક્ષ ગૌરવ સિંહ ચૌહાણ, સંગઠન મંત્રી શ્રી દિપકભાઈ સાકરીયા, ઠાકુર નિરજસિહ,વિશાલ પાટણકર, યુવા ઉપાધ્યક્ષ રોહિત પ્રજાપતિ, અરૂણભાઇ મોદી સુમનભાઈ પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હિન્દુ રાષ્ટ્ર, રાષ્ટ્રહિત માટે જાણીતા રાષ્ટ્રવાદી યોધ્ધા શ્રી જનરલ બક્ષી સાહેબ, પુષપેન્દ્ર કુલશ્રેષ્ઠ સાહેબ, અશ્વની ઉપાધ્યાયજીની અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત તથા ગુજરાતમાંથી રાષ્ટ્રવાદી યોધ્ધાઓને મંચ પર તક આપવા માટે જન મહામંથન કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તથા નમો સેના ઇન્ડીયા સંગઠનમાં નવિનીકરણ સાથે નવી નિયુક્તિ કરવા માટે ચર્ચા કરવા આવી હતી.
હાલના અધ્યક્ષ તરીકે વિનુભાઈ મુંગળાજીની તબીયતને લઈને તેમને સ્થાને કરણી સેનાના ઉપાધ્યક્ષ શ્રી ગૌરવ સિંહ ચૌહાણ જીની નિયુક્તિ કરવામાં આવી છે તથા જનકસિહ જે બદલ સમગ્ર કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.