October 11, 2024
ગુજરાત

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીએ (જીએસપી) તેની સ્થાપનાકાળના ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રીશ્રી રાજકુમાર રંજનસિંહ દ્વારા જાહેર કરાયેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં (NIRF) જીટીયુ-જીએસપી સમગ્ર દેશમાં 71માં ક્રમે રહી છે.

આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ અને તમામ સ્ટાફગણને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ગુજરાતમાંથી ફાર્મસી કૉલેજની કેટેગરીમાં કુલ 27 કૉલેજોએ અરજી કરેલ હતી. જીએસપી ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે જ્યારે દેશભરમાં 71માં ક્રમે રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આ સંદર્ભે જીટીયુ-જીએસપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, NIRF દ્વારા છેલ્લા 3 વર્ષના મુખ્ય 5 ક્રાઈટેરીયા આધારીત ડેટા પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં ટીચીંગ લર્નિંગ રીસોર્સિસ , રીસર્ચ અને પ્રોફેશનલ પ્રેક્ટિસ , ગ્રેજ્યુએશન આઉટકમ , આઉટરીચ અને ઈન્ક્લુઝીવીટી અને પીયર પર્ફોર્મન્સ વગેરે જેવા ક્રાઈટેરીયામાં શ્રેષ્ઠ દેખાવના પરિણામે જ જીએસપી આ રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યું છે. રાજ્યમાંથી જીટીયુ સહિત અન્ય 7 કૉલેજો પણ ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.

Related posts

ગુજરાતમાં ૦૪ વોટર એરોડ્રોઅમ શરૂ કરાશે

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો