November 7, 2026
મર્ડર
અપરાધ

અમદાવાદના નરોડામાં ઘરકંકાસનો કરુણ અંજામ: જમવાની બાબતે થયેલી બોલાચાલીમાં પત્નીએ નિવૃત્ત આર્મીમેન પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરી

અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ઘરકંકાસની એક ગંભીર ઘટના સામે આવી છે. જમવાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં પત્નીએ પોતાના નિવૃત્ત આર્મીમેન પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નરોડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન અને તેમની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની બાબત તેમજ ઘરેલુ મુદ્દાઓને લઈને વારંવાર તકરાર થતી હતી. પતિ દ્વારા જમવાની બાબતે પણ અવારનવાર ટકોર કરવામાં આવતી હોવાના કારણે ઘરમાં બોલાચાલી થતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાના દિવસે પણ જમવાની બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવેલી પત્નીએ રસોડામાંથી છરી લાવી પતિની છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘાથી ગંભીર રીતે ઘાયલ થયેલા નિવૃત્ત આર્મીમેનનું મોત નીપજ્યું હતું.

બનાવ બાદ આરોપી મહિલા ઘટનાસ્થળેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને આરોપી પત્નીને ઝડપી પાડી હતી.

પ્રાથમિક પૂછપરછમાં પતિ સાથે થતા રોજિંદા કૌટુંબિક ઝઘડા અને કચકચથી કંટાળીને આવેશમાં આ પગલું ભર્યું હોવાની વાત આરોપી મહિલાએ જણાવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હત્યા પાછળના તમામ સંજોગો અને હકીકતો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સામાન્ય ઘરેલુ બોલાચાલીનો અંત હત્યા જેવી ગંભીર ઘટનામાં આવતાં નરોડા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

Related posts

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુંધરાની કરી ધરપકડ,

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો