November 20, 2026
ગુજરાત

ગુજરાતમાં વાહનો પર જાતિનું નામ લખાવ્યું તો આવી શકે મુશ્કેલી! પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતનાં જાતિસૂચક લખાણો પર સરકારની લગામ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: બાઈકથી લઈને કાર, બસ અને ટ્રક સુધીનાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો અને આકૃતિઓ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ માટે મોટર વાહન નિયમોમાં સુધારો

અમદાવાદ: ગુજરાતમાં હવે વાહનો પર પોતાની જ્ઞાતિ કે જાતિનું નામ લખાવીને રસ્તા પર ઓળખનું પ્રદર્શન કરનારાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રાજ્ય સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, ચિહ્નો, આકૃતિઓ અને લખાણો પ્રદર્શિત કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા સુધારા મુજબ બાઈક, સ્કૂટર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા લખાણો કે સંકેતો પ્રદર્શિત કરી શકાશે નહીં.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા અંતર્ગત ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નિયમ 125 અને 138માં મહત્વપૂર્ણ સુધારા

સરકારે નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેર્યા છે. એટલે કે, વાહનો પર જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) બાદ નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ દ્વારા ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણો અને સંકેતોના પ્રદર્શનને નિયંત્રિત કરવા સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સામાન્ય અથવા વિશેષ મંજૂરીથી મળતા અપવાદો લાગુ પડી શકે છે.

પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય, ઠાકોર, ભરવાડ સહિતનાં નામો પર નિયંત્રણ

હાલમાં અનેક લોકો પોતાનાં વાહનોની આગળ કે પાછળ પોતાની જ્ઞાતિનું નામ લખાવતા હોય છે. કેટલાક વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, વિશિષ્ટ ચિહ્નો અને આકૃતિઓ પણ જોવા મળે છે. જોકે નવા સુધારા બાદ આવા જાતિસૂચક લખાણો અને સંકેતો ખાનગી વાહનો પર પ્રદર્શિત કરી શકાશે નહીં.

અગાઉ મુસદ્દો જાહેર કરી મંગાવ્યાં હતાં સૂચનો

આ નિયમોના મુસદ્દા અગાઉ 11 જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. નાગરિકો પાસેથી 30 દિવસની સમયમર્યાદામાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં રાજ્ય સરકારે હવે અંતિમ સુધારા જાહેર કર્યા છે.

આ નિર્ણયથી ગુજરાતમાં વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન અટકાવવાના પ્રયાસને કાયદાકીય આધાર મળ્યો છે. હવે વાહનચાલકોએ વાહનો પર કોઈપણ પ્રકારનું જાતિસૂચક લખાણ કે ચિહ્ન પ્રદર્શિત કરતાં પહેલાં નવા નિયમોની જોગવાઈઓનું ધ્યાન રાખવું પડશે.

Related posts

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦ જેટલા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનુ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો