એસટી બસોમાં લોકલ સવારીમાં પ્રતિ કિમી 64 પૈસાની જગ્યાએ 80 તો એક્સપ્રેક્સ પ્રતિ કિમી 68 પૈસા ભાડું હતું તે 85 પૈસા થયું છે. 48 કિમી સુધી 1થી લઈને 6 રુપિયા સુધીનો વધારો કરાશે. આ નવા એસટી બસના ટિકિટના ભાડા આજ મધ્ય રાતથી લાગું પડશે.
અમદાવાદથી મુસાફરોને અન્ય જગ્યાએ ગુજરાત એસટી નિગમની બસોમાં મુસાફરી કરવી હશે તો વધુ ભાડું ચૂકવવું પડશે. 2014 બાદ પ્રથમ વખત ભાડામાં નિગમ દ્વારા આજથી વધારો કરવામાં આવ્યો છે. 10 વર્ષ બાદ આ વધારો કરવામાં આવ્યો છે. એસટી બસના ભાડા સામાન્ય માણસ માટે મોંઘવારીના સમયમાં પડતા પર પાટું સમાન છે.
લોકલ સવારીમાં પ્રતિ કિમી 64 પૈસાની જગ્યાએ 80
એક્સપ્રેક્સ પ્રતિ કિમી 68 પૈસા ભાડું હતું તે 85 પૈસા
નોન એસી સ્લીપર પ્રતિ કિમી 62 પૈસાના બદલે 77 પૈસા
48 કિમી સુધી 1થી લઈને 6 રુપિયા સુધીનો વધારો કરાશે.
મધ્ય રાતથી આજે ભાડાનો વધારો લાગૂ કરવામાં આવશે
અન્ય રાજ્યની સરખામણીએ નિગમ અનુસાર ભાડું વધારે
એસટી બસનું મિનિમમ ભાડું રુ. 7 છે જે હવે ભાવ વધારો થતા 9થી 9.50 જેટલું થશે
અમદાવાદથી વિવિધ શહેરો અને જિલ્લાઓની મુસાફરી બનશે હવે મોંઘી
અમદાવાદથી રાજકોટ માટે 137 હતા હવેથી 171 રુપિયા આપવા પડશે
અમદાવાદથી વડોદરા 100થી વધુ રુપિયા ટિકિટ થશે
અમદાવાદથી અંબાજી માટે 120 હતા પરંતુ હવેથી 150 ચૂકવવા પડશે
અમદાવાદથી મોરબી 132 ભાડું હતું તે હવે 165 કરવામાં આવ્યું
અમદાવાદથી ભૂજનું ભાડું 200 રુપિયા હતું તે હવે 250 રુપિયા કરાયું