August 12, 2026
દેશટેકનોલોજીબિઝનેસ

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

કોરોનાની મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી બેસ્ટ હથિયાર છે. ત્યારે તેને ધ્યાનમાં રાખતા જેમોપાઇ ઇલેક્ટ્રિકે બજારમાં પોતાનું મિની ઇ-સ્કૂટર મિસો રજૂ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 45 હજાર રૂપિયાથી ઓછી છે તો સાથે સિંગલ સીટર પણ છે. અર્થાત માત્ર ચાલક જ સ્કૂટરની સવારી કરી શકશે. આ સાથે જ આ સ્કૂટરને ચલાવવા માટે લાયસન્સનું પણ ટેન્શન નથી.

જેમોપાઇ ઇલેક્ટ્રિકે નિવેદનમાં જણાવ્યું કે, તેઓએ મિની સ્કૂટરની બુકિંગ શરૂ કરી દીધી છે. તેની ડિલિવરી આગામી મહીનેથી કરવામાં આવશે. આ સ્કૂટરમાં માત્ર ચાલક માટે એક સીટ છે. એક વાર જો પૂરી રીતે ચાર્જિંગ કરવામાં આવે તો બાદમાં આ સ્કૂટર 75 કિમી સુધી દોડી શકે છે. કંપનીનો એવો દાવો છે કે સ્કૂટરને બે કલાક સુધીમાં 90 ટકા સુધી ચાર્જ કરી શકાશે.આ સ્કૂટરને ચલાવવા માટે લાયસન્સ અથવા તો RTO ની પરવાનગીની જરૂરિયાત નથી. કેમ કે આ સ્કૂટરની સૌથી વધારેમાં વધારે સ્પીડ માત્ર 25 કિમી પ્રતિ કલાકની છે.

Related posts

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

Ahmedabad Samay

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

Ahmedabad Samay

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

Ahmedabad Samay

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો