મહારાષ્ટ્રમાં ૨૧ લોકોમાં કોરોનાના નવો વેરીયન્ટ જોવા મળ્યા છે. જેમાંથી બે લોકોની ટ્રાવેલ હીસ્ટ્રી ગુજરાતના સુરતની છે. જેની સ્વાસ્થ્ય વિભાગ સજાગ બન્યુ છે. હવે શહેરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર ટેસ્ટીંગ અને આરટીપીસીઆરના નમુનાની જીનોમ સિક્રેસીંગ શરૂ કરાયું છે.
ભલે મહારાષ્ટ્રમાં સુરતના ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા લોકોમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ મળ્યો હોય પણ ગુજરાતમાં આ વેરીયન્ટનો હજી સુધી કોઇ પોઝીટીવ કેસ નથી નોંધાયો. મહારાષ્ટ્રના આ બે લોકો સુરતમાં લગ્ન સમારંભમાં સામેલ થયેલ. બન્ને જ્વેલર્સ મુંબઇ પહોંચ્યા બાદ પોઝીટીવ આવ્યા હતા. અને ટેસ્ટ બાદ તેઓમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ હોવાનું માલુમ પડેલ.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ભલે ઓછી થઇ ગઇ હોય, પરંતુ અહીંના કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા પોઝિટિવ કેસોને પગલે લોકડાઉન લગાવવાની સ્થિતી ઉભી થઇ છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોરોના હોટસ્પોટ બનેલા બારામતીના ૭ ગામોમાં ૭ દિવસ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું કાટેવાડી ગામ પણ સામેલ છે. હાલ અહીં ૯૫૦થી વધુ એકિટવ કેસો છે. જેના કારણે સંક્રમણ ફેલાવવાનું જોખમ મંડરાઇ રહ્યુ છે.