લોકડાઉન -૫.૦ માં મોટી છૂટછાટ જાહેર થઇ છે.
રાત્રે ૯થી સવારે ૫ સુધી કર્ફ્યુ રહેશે.
૮મી જૂનથી કન્ટેઇમેન્ટ ઝોન બહાર ધાર્મિક સ્થળો,હોસ્પિટાલિટી,શોપિંગ મોલ ખોલવાની છૂટ આપવામાં આવી છે.સ્કુલ-કોલેજ-કોચિંગ ક્લાસીસ વગેરે ખોલવા અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણંય કરાશે,
જયારે આતરરાજ્ય અને રાજ્યોમાં આંતરિક, લોકો અને માલ પરિવહન ઉપર, કોઈ જ પ્રતિબંધ નહીં રહે. લોકડાઉનને ત્રણ તબક્કે ખોલાશે.
ફેસ-૧માં જૂનથી ધાર્મિક સ્થળો,હોસ્પિટાલિટી,શોપિંગ મોલ શોસ્યલ ડિસ્ટન્સના અકીલા પાલન સાથે ખુલા રાખી શકાશે સોસ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવું ફરજીયાત છે
ફેસ-2માં સ્કૂલ કોલેજ એજ્યુકેશનલ કોચિંગ સંકુલ ખોલવા માટેનો નિર્ણંય રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણંય લેવાશે અને ચર્ચા કર્યા બાદ તેની શરતો બહાર પડશે હાલમાં આ અંગે કોઈ નિર્ણ્ય લેવાયો નથી જે તે રાજ્યો પોર્ટ્ની સ્થિતિ પરથી આ અંગે નિર્ણ્ય લઇ શકશે
ફેસ-3માં આંતર રાષ્ટ્રીય હવાઇમાર્ગ,મેટ્રો ,સ્વિમિંગ પુલ ,સિનેમા, જાહેર બેગ બગીચા અને જાહેર સ્થળોએ ખોલવના કે નહિ તેનો નિર્ણય લેવાશે ,ત્યારે ધાર્મિક કે સામાજિક મેળાવડા અંગે પણ નિર્ણય ત્યારે લેવાશે હાલમાં નાઈટ કર્ફ્યુ ચાલુ જ રહેશે જોકે તેમાં આવશ્યક સેવાને મુક્તિ પણ અપાઈ છે,
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કંટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આ લાગુ પડશે, કંટેઇન્મેન્ટ ઝોનમાં ઘેર ઘેર સ્વાસ્થ્યનું ચેકઅપ થશે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત સરકારો કંટેનમેન્ટ ઝોન બહાર જ્યાં વધુ કેસ આવવાની શક્યાત હોય તેને બફર ઝોન જાહેર કરશે જે તે જિલ્લા પ્રશ્નનની જવાબદરી સોંપાઈ છે અતંર રાજ્ય માટે કોઈ મંજૂરીની જરૂર નથી, કોઈ રાજ્ય પ્રવેશબંધી ઈચ્છે તો પહેલા થી જાહેર કરીને લાગુ કરી શકશે પેસેન્જર ટ્રેન અને શ્રમિક ટ્રેન અને ફ્લાઇટ રાબેતામુજબ કેન્દ્ર સરકારની એસોપિ મુજબ ચાલુ રહેશે કોઈપણ રાજયો કે કેન્દ્ર શાસિત પ્રદેશોએ માલસામાનના પરિવહન માટે રોક લગાવી શકશે નહીં, આજુ બાજુના દેશો સાથે ક્રોસ બોર્ડર પરિવહન પણ ચાલુ રહેશે
65 વર્ષથી ઉંમરના લોકો, બીમારીથી પીડાતા લોકો ગર્ભવતી મહિલા અને 10 વર્ષથી નીચે ના બાળકોને ઘરની બહાર જરૂર વગર નહિ નીકળવા સૂચના અપાઈ છે અને આરોગ્ય સેતુ એપ્લિકેશનને બધાજ કંપનીઓ અને કામના સ્થળે પોતાના સ્ટાફને મોબાઈલમાં રાખવા પ્રોત્સાહન આપવા જણાવ્યું છે