September 21, 2026
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં CISFમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. PSIને તાત્કાલિક સારવાર  અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મેઘાણીનગર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પાછળ આવેલ CISF યુનિટમાં પ્રદિપ કુમાર સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓએ અગમ્ય કારણોસર આજે પોતાની સર્વિસ પિસ્તોલ વડે બે રાઉન્ડ ફાયરિંગ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. PSIને લોહીલુહાણ હાલાતમાં તાત્કાલિક સારવાર અર્થે બાપુનગરની નારાયણી  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરે  કેમ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે અંગે હજુ અકબંધ છે. મેઘાણીનગર પોલીસે દ્વારા કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

વિશેષ સાફલ્યગાથા – અમદાવાદ જિલ્લો ગો-ગ્રીન જેવી યોજના થકી પર્યાવરણને શુદ્ધ રાખવાનો સરકારનો નવતર અભિગમ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો