સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન ગાંધીનર સ્વર્ણિમ સંકૂલ ખાતે આજે કરાયું હતું. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કમોસમી વરસાદને લઈને કેબિનેટમાં ચર્ટા કરાઈ હતી.
ખાસ કરીને આ સિવાય વિવિધ વહીવટી મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અન્ય કેટલાક રાજ્યવ્યાપી મુદ્દાઓને ધ્યાનમાં રાખી મંત્રીઓ, અધિકારી દ્વારા કેબેનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. દર બુધવારે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ ખાતે કરવામાં આવે છે. જેમાં આજે પણ સ્વર્ણિમ સંકૂલ વન ખાતે કેબિનેટ મળી હતી.
માર્ચ મહિનામાં કમોસમી વરસાદને લઈને નુકસાન કેટલાક પાકોને થયું છે ત્યારે હજૂ પણ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતી છે ત્યારે અગાઉ માર્ચ મહિનાથી અવાર નવાર માવઠું થતા શિયાળું પાકોને નુકસાન થતા તેનો સર્વે પણ કરાયો છે. ત્યારે આ સર્વેની કામગિરી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ પાકોના નુકસાન મામલે એસડીઆરએફના નિયમોને આધારે સહાય પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.
આજે સીએમની અધ્યક્ષતામાં આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા જ માર્ચમાં સર્વેના આદેશ આપ્યા હતા. જેમાં આ કામગિરી પૂર્ણ કરી જાહેરાત કરાય તેવી શક્યતા છે. રે બાગાયતી સહીતના પાકને વધુ નુકસાન થયું છે. ત્યારે વળતરને લઈને આજે કેબિનેટમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.
માવઠાના મારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ સહીતના વિવિધ ભાગોમાં રવિ અને બાગાયતી પાકને નુકસાન થયું છે. વારંવાર માવઠું થતા કેરી સહીતના બાગાયતી પાકોને વધુ નુકશાન થયું છે. જેથી સર્વે રીપોર્ટ આધારે સરાહનીય જાહેરાત કરાશે. કમોસમી વરસાદ અંગે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી શકે છે. ખેડૂતો દ્વારા અગાઉ માંગ કરાઈ છે ત્યારે આ મામલે યોગ્ય નિર્ણય કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી જાહેર કરી શકે છે.