September 21, 2026
દેશબિઝનેસ

વોડાફોન આઈડિયા એક થઇ બન્યું “VI”

પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુકત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ ‘Vi’ બદલી નાખ્યું છે. કંપનીના મેનેજમેન્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.

વોડાફોન ઇન્ડિયા લિમિટેડ હવે ‘Vi’ બની ગઈ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે ‘Vi’ નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે.વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને ‘Vi’ કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે.

 

 

 

 

કંપનીએ જણાવ્યું છે કે ૪ જીની સાથે કંપની પાસે 5G રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4G કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે.
વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે  જણાવ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે.

Related posts

આજે દેશભરના યુદ્ધ સ્મારકો, લશ્કરી છાવણીઓ અને સૈનિક શ્રદ્ધાંજલિ સ્થળો પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

શેરબજારમાં સતત ઘટાડો, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારની સપાટ શરૂઆત

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો