પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ કરતા કહ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ લડ્યા છીએ : લોકડાઉન ભલે થયુ પણ વાયરસ હજુ ગયો નથી : બજારોની આર્થિક સ્થિતિ સુધરી છે : કોરોનામાં હજુ આપણે સાવચેત રહેવાની જરૃર છે : ભારતનો મૃત્યુદરનો ઘણો ઓછો છે હજુ ઘટી રહ્યો છે, પરંતુ કોરોનાની વેકસીન આવી ન જાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે : ભારતમાં વેકસીન માટે ઘણી મહેનત થઈ રહી છે,
ત્યારે હવે લોકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો ફરજીયાત અમલ ચાલુ જ રાખવો પડશે : દેશમાં સ્થિતિ સુધરી છે તેને હવે બગાડવી નથી માટે સૌ દેશવાસીઓએ એકજૂટ બની સતર્કતા રાખવી અને નવરાત્રી, દિવાળી, ઈદ, ગુરૃનાનક જયંતિ વગેરે તહેવારોની શુભકામનાઓ પાઠવી અને વધુ એક વખત લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.