લાલસિંહ રાજપૂત કાંકરીયા માં પડતું મુકનારા ૪૦૦ જેટલા લોકોના જીવ બચાવનાર લાલસિંહ રાજપૂત પોતાનો હક અને ન્યાય મેળવતા મેળવતા અંતે મૃત્યુ પામ્યા તો પણ તેમની નિસ્વાર્થ સેવા ને કોઈએ ન સાંભળી અને પરિવાર રસ્તાપર આવી ગયું
જેમને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યું હતું, તેમને રાજ્યના ગવર્નર દ્વારા પણ ગોલ્ડમેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા લાલસિંહનું ઘર મેડલ અને સન્માન પત્રોથી ભરેલું છે પણ રાજ્ય સરકારે તેની કિંમત રદી સમાન કરી નાખી છે. લાલસિંહ કાંકરીયા પર ઠંડપીના અને નાસ્તાની લારી ચલાવતા હતા એટલુંજ નહિ તેવો એ કાંકરીયામાં જીવ ટૂંકાવવા પાણીમાં પડેલા અનેક લોકોના જીવ બચાવયા હતા તેમને પોતાના જીવની ચિંતા કર્યા વીના ડૂબકી લગાવી લોકોના જીવ બચાવતા હતા, તે સમયે ગુજરાત અને ભારત સરકારે તેમને પલકોપર બેસાડી ને માન સન્માન આપી એક વિશેષ વ્યક્તિની પદવી આપી હતી પરંતુ જ્યારે કાંકરીયાને ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું અને સરકારે રાજાને રંક બનાવી દીધું, સરકારે નતો ગોલ્ડ મેડલની શરમ ભરી,ન તો સન્માન પત્રોની શરમ ભરી કે ન નિસ્વાર્થ પણે આપેલી સેવાની શરમ ભરી, સરકાર પાસે થી લાલસિંહે ફક્ત ન ફક્ત પોતાનો ગુજરાન કરી શકે તે માટે ઉભા રહેવાની જગ્યા ની માંગ કરી હતી.
તે જગ્યાનું લાલસિંહ ભાડું પણ આપવા તૈયાર હતા તો પણ સરકાર લાલસિંહની એક ન સાંભળી અમુક જગ્યાએ તો એમને જવાબ મળ્યા કે ” અમે થોડી તમને કીધું હતું લોકોને બચાવવા માટે” , “જો જગ્યા જોઈએ તો વહીવટ કરવો પડશે” સરકાર તરફથી આવા જવાબ સાંભળતા લાલસિંહની આંખો ભરાઇ આવી અને જે જગ્યાએ તેમને પોતાનું જીવન વિતાવ્યું અને નિસ્વાર્થ પણે જે સેવા કરી એજ સ્થાને પોતાનું જીવ ટૂંકાવાનું વિચાર આવ્યું છતાય તેવો એ સરકાર પણ વિશ્વાસ રાખ્યો અને દર દર ભટકી તેમની ચપલ ઘસાઇ પણ તેમન કોઈએ ન્યાય ન આપ્યો કે તેમની નિસ્વાર્થ સેવાની કદર ન કરી અને કોઈએ સાથ ન આપતા લાચાર હાલતમાં રહેતા રહેતા તેવો સ્વર્ગવાસ પામ્યા , તેમના દેહાંત બાદ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યું છે લાલસિંહ બાદ તેમના પુત્રે પણ સરકાર ને ઘણી વખત અરજી કરી છતાં હજુ સરકારના પેટનું પાણી હલતું નથી, હાલ ૪૦૦ જેટલા લોકોનું જીવ બચાવનાર હીરો લાલસિંહનો પરિવાર ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યો છે. હજુ પણ લાલસિંહના પરિવાર સરકાર તરફથી આશા છે કે તેવો તેમની વ્યથા સમજશે અને પરિવારનો ગુજરાન ચલાવવા પૂરતી જગ્યા આપશે.