September 22, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં ફરી કાઉન્ટ થતા ઇલેક્શનના પરિણામમાં આવ્યો બદલાવ,ફરી કાઉન્ટ કરતા ગીતાબા ચાવડા થયા વિજય

કુબેરનગર વોર્ડમાં ઇલેક્શન સંપૂર્ણ થઇ ગયા બાદ વિજય બનેલી પેનલને મળ્યો ઝટકો, કુબેરનગરમાં આજ સવારે ભાજપના ગીતાબા વિશાલસિંહ ચાવડાને મહિલા ઉમેદવાર તરીકે વધુ વોટ મળતા કુબેરનગરમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

ફરી કાઉન્ટિંગ કરતા જગદીશભાઈ મોહનાણી ના વૉટ ઓછા જાહેર થતા તેમજ ગીતાબા ચાવડા ના વોટ વધારે હોવાથી ભાજપ ના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામા આવ્યા છે.

સવાર સવારમાં આ સમાચાર મળતા કુબેરનગર વોર્ડમાં હાહાકાર મચી જવા પામ્યું છે. ચર્ચાનો વિષય બની ગયો છે.

             આપને જણાવીયે આવું કેમ બન્યું 

ચૂંટણી અધિનિયમ ની જોગવાઈઓને ધ્યાન માં રાખી બે મહિલા ઉમેદવારો ને ફરજીયાત વિજેતા જાહેર કરવાની જોગવાઈ છે.પરંતું પુરુષ ઉમેદવાર કરતા ત્રીજા ઉમેદવાર બીજા કરતા વધુ મત મેળવે તો વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા બની શકે છે.તેને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક ધોરણે કોંગ્રેસના વિજેતા જાહેર કરેલા ઉમેદવાર જગદીશ મોહનાની ના બદલે બીજેપીના ગીતાબા વિશાલસિંહ ચાવડાને મોડી મોડી રાત્રે વિજેતા જાહેર કરવું પડ્યું છે.

 

મેહનત અને ધીરજનો ફળ મીઠો હોય છે કહેવત આજે ગીતાબા ચાવડા પર ખરી ઉતરી છે ઇલેક્શનમાં ગીતાબાએ કરેલી સખત મહેનત અને પરિશ્રમ નું ફળ મળતા વાર નહિ લાગી.

Related posts

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી માનહાની કેસ મામલે સીએમ કેજરીવાલ સુપ્રીમકોર્ટમાં જાય તેવી શક્યતા, જાણો શું છે મામલો

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો