September 25, 2026
ગુજરાત

સાબરકાંઠામાં યુ.એફ.ઓ. દેખાઇ, આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ, જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ

યુએફઓ એટલે કે ઉડતી રકાબી ગુજરાતના સાબરકાંઠામાં દેખાયું હોવાની વાતે ચકચાર જગાવી છે. આ યુએફઓ જેવા આકારનો રહસ્યમય પ્રકાશ કેમેરામાં ક્લિક થઈ જતા આશ્ચર્યનો પાર નથી રહ્યો. આ તસવીરોએ ચર્ચા જગાવી છે. ઘટના ઈડરના ગામની છે જ્યાં એક સ્થાનિકના મોબાઇલમાં કેદ થયેલી તસવીરોમાં શંકાસ્પદ પ્રકાશ દેખાયો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડમાં પાંચ દિવસ એટલે સોમવારની રાત્રીએ ઘર બહાર ત્રણ ભાઈઓએ ઉભા હતા. તે દરમિયાન નવીન મોબાઈલમાં કેમેરાનુ રિઝલ્ટ કેવું આવે છે તેનુ ચેકિંગ કરતા હતા અને ફોટો ક્લીક કર્યા ત્યારબાદ મોબાઈલ થી ફોટો પાડ્યો તો રિઝલ્ટ બરાબરના આવ્યું તો બીજો મોબાઈલથી ફોટા પાડ્યા અને ફોટા જોતા ત્રણ પૈકી બે ફોટામાં ઝાડ પાસે આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ તો બીજી તરફ એક સાથે જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ હતી આ ત્રણ ફોટા પૈકી બે ફોટામાં દેખાયું હતું.

જેને લઈને ત્રણેય ભાઈઓને લાગ્યું કે કદાચ કોઈએ ડ્રોન ઉદાડયું હશે પણ તે તપાસના પરિણામમાં એ પણ વાતને સમર્થન ના મળ્યું પછી આ વાત ગામમાં પ્રસરી હતી. રાત્રિના સમયે તસવીરમાં ધરતી પર ધૂવાડા અને ઉપર યુએફઓ કેદ થયું હોવાની વાયકા ચોમેર ફેલાઈ રહી છે. જોકે, આ ઘટનાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટી થઈ નથી પરંતુ હાલમાં તો આ આકૃતિઓએ કુતૂહલ જગાવ્યું છે. જોકે, આશ્ચર્ય પમાડતી આ ઘટનાને તસવીરમાં કેદ કરનારા યુવકે કહ્યું કે તેને આ ઘટના તસવીરો ક્લિક કર્યા પછી જોવા મળી છે અને નરી આંખે કઈ જોવા મળ્યું નહોતું. યુવકના મતે તેમણે ફોનમાં બે તસવીરો ક્લિક કરી તેમાં આ રહસ્યમય પ્રકાશે ચર્ચા જગાવી છે.

Related posts

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કેસને લઈ મોટા સમાચાર, અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર્સ સહિત 4ની ધરપકડ

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો