May 21, 2024
ગુજરાત

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી  વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર  સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ  જુલાઈ  2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે
આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે

New up 01

 

Related posts

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર.જે પટેલ સત્યમ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ 2023 ની ઉજવણી થઈ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો