અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. લોકોને હવે ગાડી પાર્ક કરવા માટે પાર્કિગ શોધવા નહીં ભટકવું પડે. હવે એપ્લિકેશન મારફતે કયા સ્થળે પાર્કિંગ ખાલી છે તે જાણી શકાશે. દિવાળી બાદ શહેરમાં પાંચ સ્થળો પર સ્માર્ટ પાર્કિંગ સુવિધા શરૂ કરાશે. જેમાં નવરંગપુરામાં સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, બોપલ, મીઠાખળી અને હેબતપુરમાં સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સુવિધા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં પાર્કિંગ માટે વાહન ચાલકો પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં. લોકોને પાર્કિંગ શોધવામાં પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિક જામથી રાહત મળશે.
શહેરમાં દિવાળી બાદ શરૂ કરવામાં આવનાર પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન હાથ ધરાશે
