આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતિને લગ્ન પછી પહેલી વખત કાશીમાં લઈને આવ્યા હતા.
આ દિવસે સવારે સ્નાન વગેરે કર્મ થી પરવારીને શિવજીના મંદિરે જઈ ભગવાન શિવજીને જળ થી અભિષેક કરવો, અબીર, ગુલાલ, ચંદન વગેરે શિવલિંગ ઉપર અર્પણ કરી ભગવાન ભોલેનાથને મન થી પ્રાર્થના કરવી. વધુમાં આ સાથે આંબળા ના વૃક્ષની પુજા કરવી અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરી પ્રાર્થના કરવી.એકાદશીનો ઉપવાસ કરવો.
આમ કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે.