September 22, 2026
ગુજરાત

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ક્લેરિકલ સહિતની કામગીરી માટે તલાટી સહિતના કર્મચારીઓને ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુરુવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જો કે, તે પૈકી ડેડબોડીના નિકાલ માટેની વ્યવસ્થા માટે ત્રણ તલાટીઓની નિમણૂક કરાઈ હતી. એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને હૃદયદ્વારક દ્રશ્યો જોઈને એટલા બધા હેબતાઈ ગયા કે, બીજા દિવસે ફરજ પર હાજર જ થયા ન હતા.

આ અંગે સત્તાવાળાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે, દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ ગયા હતા અને ત્રણ તલાટી પલાયન થઈ ગયા.

Related posts

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

ટેલિફોન પર જ પ્રજાના કામ કરતા બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જરજીનો જનતાએ આભાર વ્યકત કર્યો

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો