September 22, 2026
દેશરાજકારણ

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક સાથે ડઝનબંધ લાશો સળગી રહી છે. એક બેડ પર કેટલાય દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી તસ્વીરોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજકીય, ધાર્મિક નેતાને તેની જરા પણ ચિંતા નથી.

તેમણે કહ્યુ હતું કે, રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી છે અને ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખાણ. પબ્લિક હેલ્થ, લોકોના જીવન તેમના માટે જરાયે મહત્વ ધરાવતા નથી. આપણા ટીવી બતાવે છે કે, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ ચૂંટણી રેલી માટે હજારોની ભીડ એકઠી કરે છે. લોકોની ચિંતા કર્યા વગર કુંભ મેળામાં લાખો લોકોને સ્નાન કરવા બોલાવ્યા.જ્યારે પરિસ્થિતી બગડવા લાગે છે, ત્યારે ધાર્મિક ગુરૂઓ અને નેતાઓના નિવેદન આવી જાય છે કે, હવે કુંભને સાંકેતિક રાખવામાં આવ્યો છે.

તેઓ અહીં રોકાયા નહોતા. બંગાળમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં મુખ્ય હરિફ એવા ભાજપ અને ટીએમસીએ કોવિડ પ્રોટોકોલની ધજ્જિયા ઉડાવી છે. નેતાઓ રેલીઓ કરતા રહ્યા. હદ તો ત્યારે થાય છે જ્યારે નિષ્ણાંતો આ ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને યોગ્ય ઠેરવતા હોય છે. આશ્ચર્ય થાય છે જ્યારે અન્ય દેશોની સરખામણીએ આપણી હાલત સારી છે તેવી સુફિયાણી વાતો કરતા હોય છે. જો કે, હકીકતમાં આપણી સ્થિતી હાલ અત્યંત ખરાબ છે. જે રીતે દરરોજ હજારો મોત થઈ રહ્યા છે સરકારે કોઈ આકરા પગલા લેવા પડશે.

Related posts

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

૭૨ વર્ષની ઉંમરે પંકજ ઉઘાસે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ

Ahmedabad Samay

આજ રોજ મહાન કલાકાર શ્રી રાજેશ ખન્ના સાહબ નો જન્મ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો