એમ.આર.સી.એના વૈજ્ઞાનિકોએ ટેકનીકનો ઉપયોગ કરતા અનુમાન લગાવ્યુ હતુ કે અત્યારે તેલંગણા સહિત અન્ય રાજ્યોમાં કોરોનાના જે સ્ટ્રેન ફેલાય રહ્યા છે તે ૨૬ નવેમ્બરથી ૨૫ ડીસેમ્બર વચ્ચે પેદા થયા હતા. તેની સરેરાશ તા. ૧૧ ડીસેમ્બર માનવામાં આવતી હતી.
શું ૩૦ જાન્યુઆરી પહેલા ચીનના યાત્રિકો દ્વારા ભારતમાં કોરોના પ્રવેશ કરી ગયો હતો કે નહિ ? તે હજુ સ્પષ્ટ થયુ નથી કારણ કે ત્યારે દેશમાં કોરોનાનુ ટેસ્ટીંગ મોટાપાયે થતુ ન હતું. સીસીએમબીના ડાયરેકટર ડો. રાકેશ મિશ્રાએ જણાવ્યુ છે કે કેરળમાં મળેલા ભારતના પહેલા કોરોના કેસના સ્ટ્રેન વુહાન સાથે જોડાયેલા હતા પરંતુ હૈદરાબાદના કોરોનાના જે નવા સ્ટ્રેનની શોધ થઈ તેના મૂળ ચીનમાં નહિ પરંતુ દક્ષિણ પૂર્વ એશિયાના કોઈ દેશના છે.
તેમણે કહ્યુ હતુ કે નવો સ્ટ્રેન કયા દેશમાં પેદા થયો ? તેની માહિતી નથી. અત્રે એ નોંધનીય છે કે વૈજ્ઞાનિકોએ દેશમાં કોવિડ-૧૯ના જે નવા સ્ટ્રેનની શોધ કરી છે તે તામીલનાડુ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોટાપાયે ફેલાય રહ્યો છે. બિહાર, કર્ણાટક, યુપી, પ.બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ આ નવો સ્ટ્રેન ફેલાય રહ્યો છે.