September 21, 2026
ગુજરાત

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

નવરાત્રીમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પાર્ટી પ્લોટમાં ગરમાં આયોજન પર પ્રતિબંધ મુક્યો છે. જો કે, હજી પણ કેટલાક આયોજકો દ્વારા નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ કરી અને બેંકવેટના મેનેજર અને આયોજન કરનાર વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, એસજી હાઈ વે પર આવેલા જુબિલેશન બેંકવેટ હોલમાં એક ખાનગી ટેકનોલોજી કંપની દ્વારા બેંકવેટ હોલ ભાડે લેવામાં આવ્યો હતો. હોલમાં ગેટ ટુ ગેધર રાખવાના બહાને એક દિવસ માટે બેંક્વેટ હોલ ભાડે રખાયો હતો.

ગેટ ટુ ગેધર દરમિયાન તમામ કંપનીના કર્મચારીઓ ટ્રેડિશનલ કપડામાં આવ્યા હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે ચોક્કસ માહિતીના આધારે રેડ પાડી હતી. કંપનીમાં કરતા તમામ કર્મચારીઓ મ્યુઝિકના તાલે ગરબા રમતા નજરે પડ્યા હતા. જેને પગલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી.

સોલા પોલીસે બેંક્વેટ હોલના મેનેજરની બેદરકારી મામલે મેનેજર અને આયોજન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સોલા હાઇકોર્ટ પોલીસે આ કેસમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો