September 21, 2026
દેશ

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

આરબીઆઇએ પણ લોકોને ડિજીટલ લેણ-દેણ કરવાની અપીલ કરી છે. ગવર્નર શકિતકાંત દાસે કહ્યું હતું કે, કોરોના દેશ માટે દરેક રીતે મોટું સંકટ છે અને બચાવ માટે ડિજીટલ લેણ-દેણ જરૂરી છે. લોકો ઘર પર રહીને જ ડિજીટલ લેણ-દેણ કરે તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને અન્ય મોબાઇલ એપ ઉપયોગ કરી શકાય છે. ડિજીટલ લેણ-દેણ કરો અને સુરક્ષિત રહો. તેને ધ્યાનમાં આજે કેન્દ્રીય બેંકે મોટી ઘોષણા કરી છે.

રીઝર્વ બેંકે તાત્કાલિક ચુકવણીની સેવા દ્વારા થતાં લેણદેણની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહક આઇએમપીએસ દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકે છે એટલે કે હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવું સરળ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫ લાખથી વધારેના ટ્રાંજેકસન કરી શકશે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન બેંકીંગના માધ્યમથી કે પછી કયાંયથી કોઈ પણ જગ્યાએ પૈસા મોકલી શકાય છે. પણ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતમાં જોઈએ તો, ઓનલાઈન બેંકીંગથી પૈસા ટ્રાન્સફર કરવામાં પણ ત્રણ રીત છે. જે દ્વારા આરીટીજીએસનું નામ શામેલ છે.

IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને કયાં પણ કયારેય પણ પૈસા મોકલી શકાય છે.

તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને ૨૪ કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેકન્ડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો.

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક આઈએમપીએસ દ્વારા ૫ લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકે છે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આઈએમપીએસથી પૈસા ટ્રાંસફર કરવા પર કેટલીય કોઈ બેંક કોઈ ફીસ લેતી નથી.

Related posts

ICC T-20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની અત્યંત રોમાંચક બીજી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો

Ahmedabad Samay

જૂનના પહેલા સપ્તાહ થી લોકડાઉનમાં રાહત મળશે

Ahmedabad Samay

શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો