September 22, 2026
દેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને હવે સાથી જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છે. વડાપ્રધાન તમામ જવાનો સાથે વાતચીત કરીને તેમના ખબર-અંતર પણ પુછી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન પણ ઉત્સાહિત છે અને ત્યાં રહેલા સૈનિકો પણ તેમની ઉપસ્થિતિને લઈ ખુશ જણાઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જવાનોને સંબોધિત કરતા કહ્યું કે, આ એમનો એવો પરિવાર છે જેમના સાથે તેમણે પોતાની દરેક દિવાળી ઉજવી છે. તેમણે જણાવ્યું કે, પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે તેમણે પોતાની દરેક દિવાળી પોતાના આ પરિવાર સાથે જ ઉજવી છે.

વધુમા તેમણે જણાવ્યુ હતુ કે, આ જવાનો અહીં સરહદે અડગ ઉભા રહે છે તેના કારણે જ આખો દેશ આરામની ઉંઘ લઈ શકે છે. તેમણે તમામ જવાનોને દેશનું સુરક્ષા કવચ ગણાવ્યા હતા તથા તેમના કારણે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાયેલા હોવાનું કહ્યું હતું. જવાનોનો ઉત્સાહ વધારતા તેમણે તેમને વીરતાનું જીવતું-જાગતું ઉદાહરણ પણ ગણાવ્યા હતા.

વર્ષ ૨૦૧૪માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની ખુરશી સંભાળી છે ત્યારથી હંમેશા તેઓ જવાનો સાથે દિવાળી પર્વ ઉજવતા આવ્યા છે. આ વખતે તેઓ રાજૌરીના નૌશેરા સેકટર ખાતે દિવાળી ઉજવશે.

તેના પહેલા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મારી કામના છે કે, આ પ્રકાશ પર્વ તમારા સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે

Related posts

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

હાલમાં સામાન્‍ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

બજેટ સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો કે બેંકોએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં દંડ તરીકે આશરે ₹19,000 કરોડ એકત્રિત કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો