August 7, 2026
ગુજરાત

સ્પાઇસજેટ એરલાઇન્સની જબરજસ્ત ઓફર, ટીકીટ પણ હવે મેળવો હવે હપ્તેથી

આપણા દેશમા હાલ હવાઈ મુસાફરી કરવી એકદમ સરળ બની છે. એરલાઇનની એક ખુબ જ ખ્યાતનામ કંપની સ્પાઇસજેટે હાલ ટિકિટ અંતર્ગત એક નવી સુવિધા શરુ કરી છે. આ સુવિધાનો લાભ લઈને તમે ટિકિટના પૈસા હપતામા પણ ચૂકવી શકો છો. કંપનીએ સોમવારના રોજ આ સુવિધા અંગેની જાહેરાત કરી હતી.

આ ઓફર અનુસાર પેસેન્જર ટિકિટની રકમ 3, 6 અથવા 12 હપ્તામાં ચૂકવી શકે છે. આ સુવિધા સિવાય તેની સાથે સંકળાયેલી એક વિશેષ વાત તો એ છે કે, આ EMIના બદલામાં કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. કંપની દ્વારા મળતી માહિતી મુજબ, EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોએ તેમના પાન નંબર, આધાર નંબર અથવા VID જેવી જરૂરી માહિતી આપવી પડશે.

આ સિવાય આ સુવિધાનો લાભ મેળવતા પહેલા વન-ટાઇમ પાસવર્ડથી તમારુ વેરિફિકેશન થશે. ગ્રાહકોએ તેમનો UPI ID અહીં જમા કરાવવો પડશે અને તેમાંથી જ ટિકિટના મૂલ્યના નક્કી કરેલા 3,6 અથવા 12 EMI કાપવામાં આવશે. આ EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોએ કોઈપણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની રહેશે નહી. વર્તમાન સમયમા સ્પાઇસજેટે જાહેરાત કરી હતી કે, તે 31 ઓક્ટોબરથી દેશભરમાં 28 નવી સ્થાનિક ફ્લાઇટ્સ શરૂ કરશે.

સ્પાઈસજેટે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે તેના નવા શિયાળુ કાર્યક્રમના ભાગરૂપે રાજસ્થાનના જયપુર, જેસલમેર, જોધપુર અને ઉદયપુરના પ્રવાસન સ્થળોને મુખ્ય મહાનગરો અને શહેરો સાથે જોડતી ઘણી નવી નોન-સ્ટોપ ફ્લાઈટ્સ બહાર પાડશે.તે બાગડોગરાને અમદાવાદ, કોલકાતા અને શ્રીનગર સાથે જોડશે અને બેંગ્લોર-પુણે સેક્ટરમાં બે નવી ફ્લાઇટ્સ શરૂ કરશે.

Related posts

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

મેંમકો ફ્રુટ માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાન ની લીલાલેર, પ્રજા હમનહી સુધરેંગેના મૂડમાં

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો