June 24, 2026
ગુજરાતરાજકારણ

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

વાપી નગરપાલિકાની ગત તા. ૨૮મી નવે.ના રોજ યોજાયેલ ચૂંટણીનું જબરજસ્ત પરિણામ આવેલ છે. જેમાં ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો મેદાનમાં હતા. ૪૪ બેઠકો પૈકી ૩૭ બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. જયારે ૭ બેઠકો ઉપર કોંગ્રેસે મેદાન માર્યુ છે. આ ભવ્ય જીતને પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનોખું ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જીતને વધાવવા ખુદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૧,૨,૩,૪,૭,૮,૯,૧૦ અને ૧૧ આ તમામ વોર્ડની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૪-૪ સભ્યોની આખી ટીમ જીતી છે જયારે વોર્ડ નં.૫ અને વોર્ડ નં.૬માં ૩ અને ૪ કોંગ્રેસ સભ્યોની જીત થઈ છે. કુલ ૪૪ બેઠકોમાંથી ૩૭ બેઠકો ભાજપને ફાળે આવી છે, જયારે ૭ બેઠકો કોંગ્રેસને મળી છે.

જયારે આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારે જીત મેળવી નથી એટલે કે આપ પક્ષે ખાતુ પણ ખોલાવ્યુ નથી. વર્ષોથી ગુજરાત માટે કહેવાય છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષનો કોઈ વિકલ્પ નથી, જે અત્યારે સાર્થક જણાઈ રહ્યુ છે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો