March 25, 2025
ગુજરાતરાજકારણ

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

 

“દેશના વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રિયન સબવે છે. જે પ્લેટફોર્મ્ર્સને જોડે છે. આ ઉપરાંત અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એરકન્ડિશન્ડ મલ્ટીપર્પઝ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવાર માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓડિયો વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસપ્લે એરિયા તથા 105 મીટર લાંબુ કોલમ વગરનું એલ્યુમિનિયમનું છત ધરાવતું સ્ટેશન છે.

ગરૂડ ગુજરાત સરકારની 74 ટકા અને રેલવે મંત્રાલયની 24 ટકા ભાગીદારી સાથે આ કેપિટલ રેલવે સ્ટેશન પુન નિર્મિત કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકરણની સાથે રેલવે સ્ટેશન સાથે નવનિર્માણાધીન પંચતારક હોટલ દેશ વિદેશનાં પ્રતિનિધિઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વર્ષ 2024 પ્રારંભિક તબક્કે તૈયાર થઇ જનારા અમદાવાદ- મોટેરાથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો ટ્રેન રૂટ તથા સરખેજ ગાંધીનગરનો 6 માર્ગીય હાઇવે નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને રાજ્યના વિકાસને વધારે બળ પુરૂ પાડશે.

આ હોટલનું નિર્માણ એ પ્રકારે કરાયું છે કે, અવકાશીય ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક લાઇનમાં દેખાય. આ નવા નિર્માણોની ડિઝાઇ જ એવી છે કે, કેપિટલ રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, દાંડી કુટિર અને નવી પંચતારક હોટલ સાથે સમગ્ર કોમ્પલેક્ષ ફરતો 18 મીટર પહોળો અને પૂર્વ પશ્ચિમને જોડતો અંડરપાસ એકીકૃત થઇ ગયો હોય તેમ લાગે છે.

આ અંડરપાસ પૂર્વ ખ રોડ અને પશ્ચિમે ખ રોડ સાથે બાકીના રસ્તાઓને જોડે છે. મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર કોમ્પલેક્ષથી અત્યંત નજીકમાં અમદાવાદ સરકાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે મહાત્મા ગાંધી રેલવે સ્ટેશન આવેલ છે.

New up 01

Related posts

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

CM હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસને ગણાવી મુઘલ, કહ્યું- ગર્વથી હિંદુ કહેવાવાળું જોઈએ…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો