August 8, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જનતા માટે જાહેર કરવામાં આવેલી યોજના અંતર્ગત 3 માસ માટે મિલકત વેરા પર વ્યાજ માફી માટેની આ યોજનામાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ તો કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત આપવામાં આવી છે.

28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા વ્યાજ માફી અને કોમર્શિયલમાં 55 ટકા વ્યાજમાફી થશે તેવી જાહેરાત કરવામાં આવ્યું છે. તો છેલ્લા અને ત્રીજા મહિનામાં 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેઠાણમાં 70 ટકા વ્યાજમાફી, કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના થકી વ્યાજમાં રિબેટ અપાતા નિયમિત તેમજ બાકી વેરો ઝડપથી ભરાશે. જેથી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ એકઠા કરવાનો AMCનો અંદાજ રાખ્યો છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના  ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને 80 સુધી વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ આગામી 31 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લઈ શકાશે.

મહત્વનું છે કે AMCના ચોપડે કોરોનાના કારણે કરોડોનો પ્રોપર્ટી ટેક્સ તેમજ કોમર્શિયલ ટેક્સ બાકી બોલે છે. જે આ ત્રિમાસિક યોજનાની વ્યાજ માફીની જાહેરાતથી એક સામટો ઑછો થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

New up 01

Related posts

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો