મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરાયા છે હવે અમદાવાદ શહેરમાં કુલ 96 માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો છે.
કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તાબડતોડ પગલા લઇ રહ્યું છે. ત્યારે આ કડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેર કર્યા છે. તેમાં સૌથી વધુ સાઉથ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયા છે. ત્યારબાદ સાઉથ વેસ્ટ ઝોનમાં બે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે
નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદી
1 ઘોડાસર: ઘર નંબર 41, 42, 55, 56 જયક્રિષ્ના સોસાયટી વિભાગ C
( 2) ઈશનપુર: ઘર નંબર A31 to A40, સંકેત ટેનામેંત
(3).ઇન્દ્રાપુરી; ઘર નંબર 5 to 12 , રાધે દુપ્લેકસ,
(4.)પાલડી:હરીશ અપાર્ટમેન્ટ પાર્ટ 2,
(5) વેજલપુર: સિધ્ધિ સોસાયટી
(6.) વસ્ત્રાલ:શ્રીધર દુપ્લેક્સ
(7.)જોધપુર:D બ્લોક ,શરણમ્ બી અને
(8.) વસ્ત્રાપુર:1 બ્લોક,બીજો માળ 8 બ્લોક, ત્રીજો માળ 9 બ્લોક અનિક એપાર્ટમેન્ટ