August 8, 2026
ગુજરાત

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

“કોરોનાને કાબૂમાં લેવા માટે શહેરના તમામ રહેણાંકના પ્રતિનિધિને કોવિડ કો-ઓર્ડીનેટર તરીકે કામગીરી કરી પોતાના રહેણાંક એકમના તમામ સભ્યોનું વેક્સિનેશન થઈ જાય, કોવિડ અને કંટેઇન્મેન્ટ ઝોન ગાઇડલાઇનનું પાલન થાય,AMC ટીમને સહકાર મળે એ જોવાની જવાબદારી સોંપવામાં આવી છે

આ અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકાએ સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા છે :

1)અમદાવાદ શહેર વિસ્તારના સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના ચેરમેન-પ્રતિનિધિએ કોવિડ કો – ઓર્ડીનેટરની કામગીરી કરવાની રહેશે. આ કોવિડ કો- ઓર્ડીનેટર દ્વારા નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.

2) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના સભ્યો કે જે કોવિડ વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝ માટે લાયક હોય તે તમામના વેક્સિનેશન થઇ જાય તેની ખાતરી કરવાની રહેશે.

3)સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષના તમામ સભ્યો દ્વારા કોવિડ એપ્રોપ્રીએટ બિહેવિયરનું પાલન થાય તેની પૂર્ણ ખાતરી કરવાની રહેશે.

4)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવતી સર્વે અને ટેસ્ટીંગની કામગીરીમાં પુરતો સહકાર આપવાનો રહેશે.

5)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ કરવામાં આવતા માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં જો તેમની સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષનો વિસ્તાર હોય તો તે ઘરના તમામ સભ્યોને કન્ટેઇન્મેન્ટ અંગે માહિતગાર કરવાના રહેશે અને આ સભ્યો દ્વારા સરકારશ્રીની માઈક્રો કન્ટેઇન્મેન્ટ માટેની ગાઈડ લાઈન અનુસરે તેની ખાતરી કરવાની રહેશે

New up 01

Related posts

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો