ગોવામાં નેશનલ યુથ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા ટેકવાનોની ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદના ત્રણે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે .
ત્રીજી નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપ 2021 માં ટેકવાનોની રમતમાં અમદાવાદના દિનેશ કુમાર કુમાવત અને પ્રકાશ રાજપુતે ગોલ્ડ મેડલ જીત્યો હતો . જ્યારે શ્લોક પટેલ , ખુશ પંચાલે સિલ્વર મેડલ જીત્યો હતો . નિર્મિત પુરોહિતે કાંસ્ય પદક પર કબજો કર્યો હતો .
મોનિકા કમલાકાર જવાદે દ્વારા આ તમામ ને કોચીંગ કરાવવામાં આવ્યા હતા અને મોનિકા જવાદેના પોતાના શિષ્યો પાછળની તનતોડ મેહનત, ટેકવાનોમાં અન્ય કરતા જુદી જુદી ટેક્નિક શીખવાડવામાં આવી હતી, મુંબઈના મહમદ અલી બોક્સર પાછળ જેમ તેમના ગુરુએ મહેનત કરી હતી તે જ રીતે મોનિકાએ પણ તેના શિષ્યો પાછળ મહેનત કરી હતી અને જેના પરિણામ રૂપે તેમનું અને તેમના શિષ્યોનું નેશનલ લેવલે નામ રોશન કર્યું છે.