August 7, 2026
ગુજરાત

કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું, રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું

વિશ્વસ્‍તરે ખ્‍યાતિ મળ્‍યા બાદ કેવડિયા ની ઓળખ બદલાઈ છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બન્‍યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્‍યું છે. ત્‍યારે કેવડિયાના રેલવે સ્‍ટેશનને નવુ નામ મળ્‍યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્‍ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્‍યું છે. રેલવે સ્‍ટેશન પર એકતાનગર નું બોર્ડ લગાવવામાં આવ્‍યું.

નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્‍યું છે. ત્‍યારે કેવડિયામાં રેલવે સ્‍ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્‍યા છે.  પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્‍થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે,

જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્‍ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.
કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશન છે. જયાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્‍ડલી રેલવે સ્‍ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્‍ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્‍ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી ૨૦૦ કિલો વોટનું વીજ ઉત્‍પાદન કરી શકાય છે.

New up 01

 

Related posts

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ અને “ટચ ધ સ્કાય” દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો