September 27, 2026
ગુજરાતદેશ

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

આજ થી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં ઉપલબ્ધ થઈ જશે.ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSureને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આઈસીએમઆર તરફથી ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSure ને ગત 30 ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી. ઓમિસ્યોર (OmiSure) ટેસ્ટ કીટ અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કીટની જેમ જ કામ કરશે. આ કીટ વડે તપાસ કરવા માટે પણ નાક કે મોઢામાંથી સ્વેબ લેવામાં આવશે. બાદમાં માત્ર 10થી 15 મિનિટમાં જ તપાસનો ફાઈનલ રિપોર્ટ આવી જશે જેવી રીતે અન્ય આરટી-પીસીઆર ટેસ્ટમાં બને છે. ઓમિસ્યોર વડે તપાસની રીત અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કરતાં બિલકુલ અલગ નહીં હોય.

ટાટા મેડિકલે ઓમિસ્યોર ટેસ્ટ કીટની કિંમત 250 રૂપિયા પ્રતિ ટેસ્ટ નક્કી કરી છે જે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ટેસ્ટ કીટ કરતાં સસ્તી છે. જોકે, પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ દ્વારા વધારાનો ચાર્જ જોડવામાં આવી શકે છે કારણ કે, તે ઘર-આધારીત પરીક્ષણ નથી.

આ કીટની મદદથી તમે ઘરમાં જ તપાસ નહીં કરી શકો માટે અલગથી લેબ ચાર્જ લાગી શકે છે. ટાટા એમડી પાસે વર્તમાનમાં દર મહિને 2,00,000 ટેસ્ટ કીટ ઉત્પાદનની ક્ષમતા છે. કંપની તેને વિદેશમાં વેચવાની યોજના પણ બનાવી રહી છે તથા યુરોપિયન યુનિયન અને અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં આ માટે અરજી પણ કરી દીધી છે.

 

ઓરિસ્સાએ સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ (ઓએસએમસીએલ)એ 5 લાખ ઓમિસ્યોર આરટી-પીસીઆર કીટ માટે ઓર્ડર આપ્યો છે. આવું કરનારું ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે કોવિડ-19 પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોનની ઓળખ મેળવવા માટે કિટનો ઓર્ડર આપ્યો હોય.

New up 01

Related posts

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

L.G. ગ્રાઉન્ડ ભાડે આપતાં મણીનગર ના યુવાનો એ વિરોધ નોંધાવ્યો,મેયર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ.

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો