August 7, 2026
ગુજરાત

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.}

આવતીકાલે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય.

ડીસીપી ડૉ હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હોળી અને ધૂળેટીના પર્વ પર જાહેર રસ્તાઓ અને મિકલતો રંગ ન નાંખવો. સાથે જ તહેવારો પર રૂપિયા ઉઘરાવવામાં આવે છે તેના પર પ્રતિબંધ છે. તેમજ અમદાવાદમાં રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કરી દેવું અને કરફ્યૂના 9 વાગ્યાના સમય પહેલા ઘરે પહોંચી જવાનો અમલ કરવો પડશે. સાથે જ અમદાવાદમાં પ્રતિબંધ મુજબ કોઈ પણ ધૂળેટી નહિ રમી શકાય. આપેલી સૂચનાઓનો ભંગ થશે તો કાયદાકીય પગલાં લેવાશે. આ ઉપરાંત સબે બારાત અને હોળી ધુળેટીના બંને તહેવાર સાથે છે તો શાંતિ અને એકતાથી બંને તહેવાર ઉજવાય તે ધ્યાન રાખવું.

રસ્તા પર આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય

કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધાશે

હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકશે

હોળી અને ધૂળેટીના દિવસે કોઈપણ કાર્યક્રમ આયોજિત નહિ કરી શકાય

હોળી-ધૂળેટીના તહેવાર પર પોલીસનો સખત પહેરો રહેશે. પોલીસ બંદોબસ્તમાં 12 ડીસીપી, 15 acp સહિતનો સ્ટાફ રહેશે. તો સાથે જ Raf ની બે કંપની, srp ની કંપની તૈનાત રહેશે. સાથે જ સંવેદનશીલ જગ્યાએ ડીપ પોઇન્ટ મૂકાશે. પેટ્રોલિંગ પણ સઘન રહેશે.

Related posts

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

રાજ્‍યભરના ગરબા સંચાલકોનો કોન્‍ટેક્‍ટ કરી ગરબા સાથે મહિલા પોલીસની સી ટીમ દ્વારા આવી સેલ્‍ફ ટ્રેનિંગ આપવામાં આવશે.                 

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો